ગાંધીધામ: ગાંધીધામમાં પાણી સંરક્ષણ માટે મહાનગરપાલિકાના પ્રયાસો જાણો
“Catch the Rain” અભિયાન અંતર્ગત શહેરમાં 100 થી વધુ સ્થળોએ રિચાર્જ સ્ટ્રક્ચર્સ બનાવવાનું આયોજન છે, જેમાંથી પ્રથમ તબક્કામાં વિવિધ ગ્રાન્ટ અને એમએલએ ફંડ દ્વારા 14 સ્થળોએ કામ પૂર્ણ થઈ ગયું છે અને વધુ સ્થળોએ કામગીરી ચાલુ છે.તદુપરાંત, CSR હેઠળ સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓમાં પાણી સંરક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 23 સ્ટ્રક્ચર્સ પૂર્ણ થયાં છે.