ખંભાત: પીરજપુર ફતેહ દરવાજા પાસે રહેતી યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Jul 25, 2026 ખંભાતના પીરજપુર ફતેહ દરવાજા પાસે રહેતી અને 18 વર્ષ 1 માસની ઉંમર ધરાવતી ફાલ્ગુનીબેન જગદીશભાઈ સોલંકીકોઈને પણ કાંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત સીટી પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.