ગાંધીધામ: પડાણા વિસ્તારમાં આવેલ ગ્રીન ગોલ્ડ બેન્સા ખાતે આગની ઘટના
ગત મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ ગ્રીન ગોલ્ડ બેન્સા ખાતે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.માહિતી મુજબ રાત્રે ત્રણ વાગ્યા સુધી પણ આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ હતી. ઘટનાસ્થળે મનપા ફાયર વિભાગ સહિતના અંદાજે 4 થી 5 ફાયર ટેન્ડર પહોંચીને સતત આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા.આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.