ગાંધીધામ: સોશિયલ મીડિયામાં છરી સાથે વીડિયો બનાવવો યુવકને મોંઘો પડ્યો, બી ડિવિઝન પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
સોશિયલ મીડિયામાં હાથમાં છરી લઈને વીડિયો બનાવી તેને વાયરલ કરનાર એક યુવક સામે બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાય તેમજ યુવાનોમાં ખોટો સંદેશ જાય તેવા હેતુસર બનાવાયેલા વીડિયોને પોલીસે ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન વીડિયોમાં દેખાતો યુવક ગણેશ નગરનો ભાવેશ ધોરીયા નામનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેને પોલીસ મથકે બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.