ભાવનગર શહેર: નકલી પોલીસની ઓળખ આપી મેળા ખાતેથી ઝડપાયેલા શખ્સને ઝેરોક્ષ કાઢી આપનાર દુકાનદાર સામે કાર્યવાહી કરાશે
Bhavnagar City, Bhavnagar | Sep 9, 2026
ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં નકલી પોલીસની ઓળખ આપી ફરતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસને શખ્સ અંગે બાતમી મળતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શખ્સ પાસેથી ગુજરાત પોલીસનું નકલી આઈકાર્ડ મળી આવતા પોલીસે તેને કબજે લઈ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શખ્સે નકલી પોલીસ આઈકાર્ડ તૈયાર કરાવ્યું હતું. આ આઈકાર્ડની ઝેરોક્ષ કાઢી આપનાર દુકાનદારની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.