ખંભાત: ખંભાત તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા
Khambhat, Anand | May 22, 2026 ખંભાત તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે 1-1 ફોર્મ ભરાયા હતા. પરિણામે પ્રમુખ પદે મંગળભાઈ હાથીભાઈ સોલંકી, ઉપપ્રમુખ પદે ગૌરીબેન લાલજીભાઈ ગોહેલ બિનહરીફ જાહેર કરાયા છે.જ્યારે કારોબારી ચેરમેન પદે બીપીનભાઇ મફતભાઈ પટેલ, શાસક પક્ષના નેતા પદે શૈલેષભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ અને દંડક પદે હિનાબેન ભાવેશભાઈ ઠાકોરની બિનહરીફ વરણી કરાઈ છે.