અંજાર: પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે નગરપાલિકાની તવાઈ,100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારી પાસેથી રૂ. 2,500નો દંડ વસૂલાયો
Anjar, Kutch | Jun 26, 2026 "પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર" અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકાએ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયાના માર્ગદર્શન હેઠળ લારી-ગલ્લા તેમજ વિવિધ વેપારી પેઢીઓમાં તપાસ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા અંદાજે 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાં જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંબંધિત વેપારી પાસેથી રૂ. 2,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.