ગાંધીધામ: મહાનગરપાલિકા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલી દ્વારા મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ
"સ્વચ્છ શહેર - સ્વસ્થ નાગરિક"ના સંકલ્પને સાકાર કરવા ગાંધીધામ મહાનગરપાલિકા તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલીના સંયુક્ત ઉપક્રમે સપનાનગર સેક્ટર-4 વિસ્તારમાં મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.કમિશનરે સ્વયં ઉપસ્થિત રહી સ્ટાફ સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલીના પ્રમુખ ભારતી માખીજાણી, ખજાનચી કક્ષા વોરા સહિત સંસ્થાના સભ્યોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન કર્યું હતું.