ખંભાત: રોહિણીનો 29 વર્ષીય યુવાન લાપતા થતા ફરિયાદ
Khambhat, Anand | Jun 27, 2026 ખંભાત તાલુકાના રોહિણી ગામના બસસ્ટેન્ડ પાસે રહેતો શ્રવણભાઈ જીલુભાઈ મકવાણા (ઉ. વ. ૨૯) ગત ૨૪મી તારીખના રોજ કોઈને કાંઈપણ કહ્યા વગર ક્યાંક ગૂમ થઈ જવા પામ્યો હતો. જેની લાગતા વળગતા તમામ સગાસંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાં તપાસ કરવા છતાં પણ કોઈ પત્તો મળ્યો નહોતો. જેથી આ અંગે ખંભાત રૂરલ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી.