અંજાર: "પશુપાલકોની સમૃદ્ધિ માટે સરહદ ડેરીનું વધુ એક નવતર પગલું – સુપર પ્રીમિયમ પશુઆહારનું લોન્ચિંગ"
Anjar, Kutch | Jun 23, 2026 કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકોના પશુઓના આરોગ્ય,દૂધ ઉત્પાદન અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સરહદ દાણની નવી વેરાયટી "સુપર પ્રીમિયમ દાણ" નું લોન્ચિંગ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના વરદ હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ લોંચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજરશ્રી નિરવભાઈ ગુસાઈ, કેટલ ફીડ પ્લાન્ટ મેનેજર શૈલેષભાઈ, વેટરનરી ડિપાર્ટમેન્ટ હેડ ડો. જય ચૌધરી હાજર રહ્યા હતા.