Public App Logo
દાહોદ જિલ્લાના રાજપુર ગ્રામ પંચાયતમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના રાજપુર ગ્રામ પંચાયત ખાતે દાહોદ RTO વિભાગ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત ગ્રામસભામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ અને સમજુતી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, વાહનની ઝડપ નિયંત્રિત રાખવા તેમજ માર્ગ પર સલામત રીતે અવરજવર કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક વાહનચાલક અને રાહદારીએ ટ્રાફિકના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવું જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. RTO વિભાગ દ્વારા ગ્રામજનોને માર્ગ સલામતી અંગે જાગૃત કરી સુરક્ષિત અને જવાબદાર વાહનવ્યવહાર માટે સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. - Dohad News