દાહોદ તાલુકાના વાંદરીયા ગ્રામ પંચાયતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
“વિકાસ સપ્તાહ-2026” અંતર્ગત દાહોદ તાલુકાના વાંદરીયા ગ્રામ પંચાયત ખાતે “સ્વચ્છ જળાશય-સ્વસ્થ ગામ” અભિયાન હેઠળ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંતર્ગત ગામના તળાવની આસપાસ સાફ-સફાઈ કરી જળાશયને સ્વચ્છ રાખવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
સાથે જ IEC એક્ટિવિટી દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્વચ્છ જળાશય, સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ ગામ માટે સૌએ સાથે મળીને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
Dohad, Dahod | Aug 17, 2026