Public App Logo
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ફતેપુરાના બારસાલેડા ગામે ઢોલી ફળિયામાં રહેતાં ૨૩ વર્ષિય નિલેશભાઈ વિનોદભાઈ ચારેલ ગત તારીખ ૧૫મી ઓગષ્ટના રોજ પોતાની મોટરસાઈકલ લઈ ફતેપુરાના પાટવેલ ગામેથી પસાર થતાં રસ્તા પરથી પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે નિલેશભાઈ ચારેલ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Dohad News