અંજાર: પ્રાંત કચેરી સહિતના સ્થળોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો
Anjar, Kutch | Apr 12, 2026 અંજાર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે.ગતરોજ બપોરે વિજય મુહૂર્તમાં બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. અંજાર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકાના ફોર્મ અંજાર પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા હતા.