ખંભાત: ઉંદેલ ગામના ખેતર વિસ્તારમાં તબેલાને અડીને આવેલા ઘાસચારાના ગોડાઉનમાં ભીષણ આગ
Khambhat, Anand | Jun 12, 2026 ખંભાતના ઉંદેલ ગામે ખેતર વિસ્તારમાં ગાયોના તબેલાની બાજુમાં આવેલા ઘાસચારાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ત્વરિત ગતિએ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગને સફળતાપૂર્વક ઓલવી નાખી હતી.સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.