અંજાર: મેઘપરમાં રાશનની બે દુકાનોમાં ભીષણ આગ : બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
Anjar, Kutch | May 31, 2026 અંજાર તાલુકાના મેઘપર ખાતે ગોકુળ કંપની સામે આવેલી રાશનની બે દુકાનોમાં શનિવારે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી હતી. આગની જ્વાળાઓએ નજીકમાં આવેલી બાવળની ઝાડીઓને પણ ઝપેટમાં લીધી હતી.આગ બુઝાવવા માટે GDMC Fire Brigadeનું એક ફાયર ટેન્ડર તેમજ Welspun Fire & Safety Departmentના બે ટેન્ડર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું.સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.