ખંભાત: નગરા ગામે લોક ડાયરામાં દેવાયત ખવડ પર સોના-ચાંદીની નોટોનો વરસાદ
ખંભાત તાલુકાના નગરા ગામે સમસ્ત ડાંગર પરિવાર દ્વારા શ્રી મોમાંઈ માતાજી તથા સિકોતર માતાજીના મઢનો દ્વિ-દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં લોકપ્રિય કલાકારો પર સોના-ચાંદીની નોટોનો વરસાદ થતા સમગ્ર પંથકમાં આ વિષય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ મહોત્સવમાં આસપાસના ગામના લોકો અને અનેક સાધુ-સંતોએ ઉપસ્થિત રહ્યા હતા.