ગાંધીધામ: ગાંધીધામમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’નો પ્રારંભ, આદિપુરમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રવેશ
રાજ્યભરમાં શરૂ થયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત ગાંધીધામ તાલુકાના આદિપુરમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો.પ્રવેશોત્સવ અંતર્ગત માલતીબેન મહેશ્વરીએ આદીપુર કુમાર પ્રાથમિક શાળા, મૈત્રી મધ્યમિક શાળા તથા મૈત્રી કન્યા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણા આપી હતી.