ગોધરા: ગોધરામાં ગણપતિ બાપ્પાના ભવ્ય આગમનથી શહેર બન્યું ભક્તિમય, વિવિધ મંડળોની યાત્રામાં ઉમટ્યું માનવમહેરામણ
ગોધરામાં ગણપતિ બાપ્પાના ભવ્ય આગમનથી શહેર બન્યું ભક્તિમય, વિવિધ મંડળોની યાત્રામાં ઉમટ્યું માનવમહેરામણ ગોધરા શહેરમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ગણેશ મંડળો દ્વારા ભવ્ય ગણપતિ આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપ્પાના આગમનને લઈને આયોજિત આ ભવ્ય યાત્રાઓમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ઢોલ-નગારાના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણેશજીની મૂર્તિઓનું ભવ્ય સ્વાગત કરવામ