ગાંધીધામ: ચુડવા ખાતે તંત્ર દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દુર કરાયા
જિલ્લા કલેકટરની સુચના મુજબ, પ્રાંત અધિકારી,અંજારના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ગાંધીધામ તથા તેમની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોજે.ચુડવા ખાતે સાયકલોન સેન્ટરની સામે અંદાજીત ૧૫૦ ચો.મી. જેટલી સરકારી જમીન રમજુ મામદ ગંઢ, રહે પડાણા દ્વારા બિનઅધિકૃત દબાણ કરી દુકાનો બનાવવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દુર કરી કુલ અંદાજીત ૧૫૦ ચો.મી. જમીન જેની જંત્રી મુજબની કીંમત રૂા. ૧૯૬૫૦૦/- થાય છે.. તે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી.