અંજાર: મોડવદર પુલ નીચે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ:જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ટ્રાફિક નિયંત્રણ કરાયો
Anjar, Kutch | May 7, 2026 આજરોજ મોડવદર પુલ નીચે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સ્થાનિક પોલીસ તંત્ર અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભારે વાહન વ્યવહાર અને વાહનોની લાંબી કતારો વચ્ચે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરી વાહનચાલકોને સરળતાથી પસાર કરાવવામાં આવ્યા હતા.ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ સ્ટાફ સતત મેદાનમાં રહી કામગીરી કરતો જોવા મળ્યો હતો. સાથે જ વાહનચાલકોને ધીરજ રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.