અંજાર: શ્રી જલારામ સત્સંગ મહિલા મંડળ દ્વારા શ્રી લોહાણા મહાજન વાડી ખાતે ભક્તિમય કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Jun 12, 2026 શ્રી જલારામ સત્સંગ મહિલા મંડળ દ્વારા શ્રી અંજર લોહાણા મહાજન વાડી ખાતે શ્રી જલારામ બાપાના જીવનમૂલ્યો પર ભક્તિમય કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાપેઢીને શ્રી જલારામ બાપાના જીવન, સેવાભાવ, પરોપકાર અને માનવતાના આદર્શોથી પરિચિત કરાવવાનો હતો.બાળ કલાકારોએ શ્રી જલારામ બાપાના જીવનપ્રસંગોને જીવંતૌ અભિનય, સંવાદ અને ભક્તિમય રજૂઆત દ્વારા રજૂ કર્યા હતા.