ખંભાત: ખારીવાડી વિસ્તારમાં દિવાલમાં પાણી ઉતારવા બાબતે ઝઘડો અને મારમારી થતા ફરિયાદ
ફરિયાદી જિતેન્દ્રભાઈ કાંતિભાઈ પ્રજાપતિના પાડોશી પ્રકાશભાઈ છત્રસિંહ ચાવડા દીવાલમાં પાણી છાંટતા હોવાથી અને તે પાણી ફરિયાદીની દીવાલમાં ઉતરતું હોવાથી ઝઘડો થયો હતો.આ બાબતે પ્રકાશભાઈ અને તેમના પુત્રએ ફરિયાદીના પરિવાર સાથે ઝઘડો કરીને કાંતિભાઈ મોહનભાઈ પ્રજાપતિને કપાળમાં લાકડી મારી ફેક્ચર કર્યું હતું, તેમજ અરુણભાઈ અને ડાહીબેનને પણ લાકડીઓ મારીને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.