અંજાર: દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ વાડીમાંથી 30 હજારના વાયરની ચોરી થતા ફરિયાદ નોંધાવાઈ
Anjar, Kutch | Jun 8, 2026 અંજાર તાલુકાના ધમડકા ગામની સીમમાં આવેલી ત્રણ વાડીઓમાંથી અજાણ્યા તસ્કરોએ કુલ 110 મીટર વાયર ચોરી કરી રૂ.30,000ની તફડંચી કરી હતી. ખેડૂતોએ મોટર ચાલુ ન થતાં તપાસ કરતા વાયર કાપી લઈ જવાયા હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે દુધઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.