પાલીતાણા: મહિલા પાસે અશ્લીલ ફોટા માગી,વિડિઓ વાયરલ કરવાની ધમકી આપનાર કુંભણ નો ઈસમ ઝડપાયો
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે મહિલાને વોટ્સએપ પર અશ્લીલ ફોટાની માંગણી કરી અને વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની અને શારીરિક સંબંધ બાંધવા ધમકી આપનાર પાલિતાણા તાલુકાના કુંભણ ગામના ધ્રુવકુમાર તલસાણીયાને આજે તારીખ 11 એપ્રિલના રોજ બપોરના અરસામાં ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ આઈ.ટી. એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે.