અંજાર: વોર્ડ નં. 7 ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના શેડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભવ્ય અને ધાર્મિક માહોલમાં સંપન્ન
Anjar, Kutch | May 12, 2026 અંજાર શહેરની પ્રભુકૃપા સોસાયટી, વોર્ડ નં. 7 ખાતે આવેલ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે મંત્રી ત્રિકમભાઈ છાંગાની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ મંદિરના શેડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ભવ્ય અને ધાર્મિક માહોલમાં સંપન્ન થયું હતું. આ પવિત્ર પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી, કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા અને મંદિર તથા સમાજના વિકાસ માટે હંમેશાં સહકાર આપતા રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.