ખંભાત: જીતપુરામાંથી વિદેશી દારૂની 10 બોટલો સાથે શખ્સ ઝડપાયો.
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે પોલીસે ખટનાલ ગામના જગદીશ ઉર્ફે જગત ગણપતભાઈ પઢિયારને જીતપુરા ગામના લાકડાના પીઠા સામેથી વિદેશી દારૂની 10 બોટલો સાથે ઝડપી પાડ્યો છે. આ દારૂની કિંમત 6 હજાર રૂપિયા છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ખંભાત રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.