ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા હીટવેવ દરમિયાન જનહિતમાં પાણી અને ઓ.આર.એસ. વિતરણની વ્યવસ્થા
ગાંધીધામ શહેરમાં વધી રહેલી ઉકળાટભરી ગરમી અને “હીટવેવ”ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ વ્યસ્ત વિસ્તારોમાં રાહદારીઓ અને નાગરિકોને રાહત મળે તે હેતુસર પીવાના ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.