ખંભાત: નગરપાલિકામાં પ્રમુખ પદે મંજુલાબેન રાણા, ઉપપ્રમુખ પદે ભૂપેન્દ્રભાઈ પટેલ, કારોબારી ચેરમેન વિશાલ જાની બિનહરીફ ચૂંટાયા
Khambhat, Anand | May 19, 2026 ખંભાત નગરપાલિકાના હોદ્દેદારોની વરણી માટેની પ્રક્રિયા આજે નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબી રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.પ્રમુખ પદે મંજુલાબેન કિશોરભાઈ રાણા, ઉપપ્રમુખ પદે ભૂપેન્દ્રભાઈ જશભાઈ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન પદે વિશાલકુમાર ભગવતીપ્રસાદ જાની (વકીલ), શાસક પક્ષના નેતા મનીષ અરવિંદભાઈ ખારવા અને દંડક તરીકે ચિરાગ શાહ વરાયા હતા.