અંજાર: ફેસબુક-વોટ્સએપ મારફતે ‘એકના ચાર ગણા’ રૂપિયાની લાલચ આપી છેતરપિંડી કરતી અંજારની ચીટર ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ
Anjar, Kutch | Jul 3, 2026 સોશિયલ મીડિયા પર લોકોને વિશ્વાસમાં લઈ 'એકના ચાર ગણા' રૂપિયા કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી અંજારની ચીટર ગેંગના બે આરોપીઓ અલીઅબ્બાસ કાશમશા શેખ અને મહમદરઝાક ઈબ્રાહીમશા શેખને અંજાર પીઆઇ અને એમની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે. રાજકોટના પાર્થ કારેલીયા નામના યુવાનને ફેસબુક પર 'પ્રતિક પટેલ' નામે ખોટી ઓળખ આપી અંજાર બોલાવાયો હતો અને તેની પાસેથી 1,50,000 રૂપિયા પડાવી લેવાયા હતા. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અલીઅકબર શેખ, ગનીભાઈ શેખને પકડવા તજવીજ ચાલુ છે.