ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે 61.37 લાખની છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપ્યો
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. ગોજીયાની ટીમે રૂ. 61,37,550ની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં મહત્વની સફળતા મેળવી છે.બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ગાડીઓમાં માલ ભરાવ્યા વગર બોગસ બિલ્ટીઓ બનાવી ઠગાઈ આચરનાર ગેંગનો આરોપી નવરતન મહેશ ભાખરા છેલ્લા બે વર્ષથી ફરાર હતો.પોલીસ ટીમે બાતમીના આધારે રાજસ્થાનના સીકર શહેરમાં તપાસ કરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.