અંજાર: રાજસ્થાન ખાતે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી બદકામ કરી ભાગી આવેલ આરોપીની અંજાર પોલીસે ધરપકડ કરી
Anjar, Kutch | Jul 3, 2026 અંજાર પી.આઈ. એચ.એ. જાડેજા અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી સાજીદ અલીમામદ મંગરીયા, રહે. તા. અંજાર વિરુદ્ધ ગંગાનગર રાજસ્થાન ખાતે ગુનો નોંધાયેલ હતો. આરોપીને પકડી ગંગાનગર રાજસ્થાન પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો અને રાજસ્થાન પોલીસ ટીમ સાથે રાખી કરેલ છે.