જાંબુઘોડા: પંચમહાલમાં નવા એસપીના આગમન બાદ જાંબુઘોડા પોલીસ એક્શન મોડમાં, દેશી-વિદેશી દારૂના વેચાણ પર તવાઈ
પંચમહાલ જિલ્લામાં નવા એસપી તરીકે સફી હસન દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લા પોલીસ તંત્રમાં નવી ઉર્જાનો સંચાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે એસપીના કડક વલણને પગલે જાંબુઘોડા પોલીસે તાત્કાલિક અસરથી વિસ્તારમાં ચાલતા દેશી અને વિદેશી દારૂના ધંધાઓ પર સપાટો બોલાવ્યો છે.