દાહોદના પાંચવાડા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરાયું
*સ્થાનિક સરપંચ અને આરોગ્ય ટીમ દ્વારા ૬ ટીબી દર્દીઓને પોષણ સહાય કીટ એનાયત કરાઈ*
૦૦૦
ગરબાડા, દાહોદ,
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ‘નિક્ષય પોષણ કીટ’ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં IMPACT INDIA ની PSMRI ટીમ અને KHPT ના સહયોગથી ગામના સરપંચશ્રી ડામોર દીતુબેન રામસિંગભાઈના હસ્તે ૬ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. રાગિની ઢિંગા, પી.એચ.સી. સુપરવાઇઝર મહેશ નીનામા, પીએમ મનોજીત બિસવાસ, ડીએલ પરેશભાઈ, સીસી જ્યોત્સનાબેન નળવાયા સહિત આરોગ્ય �
Dohad, Dahod | Sep 11, 2026