ખંભાત: ખંભાત ગ્રામ્ય પોલીસે પીપળોઈ ગામની ભેંસ ચોરીનો ભેદ ઉકેલ્યો
પીપળોઈના મહંમદપુરા વિસ્તારમાંથી એક ભુરા કલરની ભેંસની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી.આણંદ જિલ્લા પોલીસ વડા અને ના.પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર, ખંભાત ગ્રામ્ય પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે પીલોદરા (સારૉલ) ગામના બે આરોપી મહેશભાઈ ઈશ્વરભાઈ ચુનારા વાઘરી, દિનેશભાઈ ઈશ્વરભાઈ ચુનારા વાઘરીને પકડી પાડ્યા છે.તેમની પાસેથી 40 હજાર કિંમતની ચોરી થયેલી ભેંસ કબ્જે કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી