ગાંધીધામ: હનુમાન જયંતી : આદિપુરના પંચમુખી હનુમાનજી મંદિરે ઉમટી ભક્તોની ભીડ
ભગવાન રામ ના પરમ ભક્ત અંજની પુત્ર હનુમાનજી દાદાના આજરોજ જન્મદિન નિમિત્તે ગાંધીધામ શહેરના તમામ મંદિરો માં વહેલી સવારથી ભક્તોની કતાર જોવા મળી હતી. ત્યારે આદિપુર સ્થિત પંચમુખી હનુમાન દાદાના મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.આ તકે પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.હનુમાન જયંતી નિમિતે આજરોજ વહેલી સવારથી મંદિરમાં પ્રસાદ વિતરણ સહિત સાંજે ભકિત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.