અંજાર: પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઈલ ફોન રીકવર કરી પોલીસ સ્ટેશન ખાતે મૂળ માલિકને પરત સોંપાયા
Anjar, Kutch | May 10, 2026 અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સી.ડી.આર. તેમજ સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ અરજદારોના ગુમ થયેલા અંદાજિત રૂ. 1,83,000 કિંમતના કુલ 15 મોબાઈલ ફોન ટ્રેસ કરી રીકવર કરવામાં આવ્યા હતા.રીકવર કરાયેલા મોબાઈલ ફોન તારીખ 10 મેના રોજ “તેરા તુઝકો અર્પણ” અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. મોબાઈલ પરત મળતા અરજદારોએ અંજાર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.