ગોધરા: લાંબા વિરામ બાદ પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી
લાંબા વિરામ બાદ પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી,લાંબા સમયના વિરામ બાદ આખરે પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આકાશી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો.ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, મોરવા હડફ, ઘોઘંબા અને જાંબુઘોડા સહિતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી એક તરફ ગરમીથી લોકોને મોટી રાહત મળી છે