આથી દાહોદ જિલ્લાના દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ લાભ લેતા ખેડુતોને જણાવવાનુંકે વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન આઇ ખેડુત પોર્ટલ મારફતે અરજી કરેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓની અરજી મંજુર થયેલ હતી અને જેમને માર્ચ ૨૦૨૬ અંતિત લાભ મળેલ છે. એ તમામ લાભાર્થીઓને વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન પ્રથમ હપ્તા ના લાભ માટે જુના પોર્ટલ ની જગ્યાએ નવા આઇ ખેડુત ૨.૦ પોર્ટલમાં પ્રોફાઇલ બનાવી આધાર વેરિફિકેશન કરાવવાનું થાય છે. જે માટે અત્રેની કચેરી મારફ્તે તમામ લાભાર્થીઓને આત્મા સ્ટાફ, ખેડુત મિત્ર દ્વારા ટેલિફોનિક સુચના આપવામાં આવેલ. તેમ છતા અમુક લાભાર્થીઓ દ્વારા હજી સુધી આઇ ખેડુત ૨.૦ પોર્ટલમાં અરજી ચડાવેલ કે આધાર વેરિફિકેશન કરાવેલ નથી. જેના કારણે સદર લાભાર્થીઓની સ્થળ ચકાસણી ન થઇ શકવાના કારણે લાભથી વંચીત રહી શકે તેમ છે. માટે દાહોદ જિલ્લાના જુના તમામ લાભાર્થીઓને આઇ ખેડુત ૨.૦ મા પ્રોફાઇલ બનાવી આધાર વેરિફિકેશન દિન -૧૦ માં કરાવવા જણાવવામાં આવે છે. સદર પ્ર�
Dohad, Dahod | Sep 11, 2026