જાંબુઘોડા: પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઈએ આંગણવાડીના બાળકો સાથે પ્રેરણાદાયી રીતે જન્મદિવસ ઉજવ્યો
પંચમહાલ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ કેતુબેન દેસાઈના જન્મદિવસની જાંબુઘોડા ખાતે આજે રવિવારના રોજ અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કેતુબેન દેસાઈએ પોતાના જન્મદિવસે ઝાકઝમાળથી દૂર રહીને જાંબુઘોડાના આંગણવાડી કેન્દ્રના ભૂલકાઓ સાથે સમય વિતાવ્યો હતો. આ સુખદ પ્રસંગે તેમણે આંગણવાડીના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વ્હાલપૂર્વક ખાસ ગિફ્ટ (ભેટ) આપીને તેમના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું.