અંજાર: મેઘપર કુંભારડી નજીક એક યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી બાઈક સળગાવ્યું; પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
Anjar, Kutch | Apr 9, 2026 મેઘપર કુંભારડીની ભક્તિધામ સોસાયટીમાં રહેનાર ફરિયાદી અજીત મનહર શર્માના બાઈકમાં મુન્દ્રા સર્કલ પાસે પંક્ચર પડતાં મિત્ર હરેશને ત્યાં બોલાવ્યો,બંને મિત્ર ભક્તિધામ સોસાયટી જઈ રહ્યા હતા,ત્યારે આરોપી હર્ષદ અને મયૂર જોશીએ રોકાવી ગાળાગાળી કરી ધોકા વડે ફરિયાદીને માર માર્યો બાદમાં વિશાલ સંઘાર ત્યાં આવી તેણે પણ માર માર્યો દરમ્યાન યુવાનના મિત્રનું બાઈક ત્યાં જ રહી ગયું હતું.જેને સળગાવી દીધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.