ગાંધીધામ: જાપાનીઝ પ્રતિનિધિમંડળે ડીપીએ કંડલાની મુલાકાત લીધી
જાપાનના પ્રતિનિધિમંડળે શિપબિલ્ડિંગ અને શિપ રિપેર ક્ષેત્રમાં નવા અવસરો શોધવા માટે ડીપીએ કંડલાના અધ્યક્ષ સુશિલ કુમાર સિંહ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન અધ્યક્ષએ આવનારા પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી આપી અને નેશનલ શિપબિલ્ડિંગ મિશન તેમજ મેરિટાઈમ ઈન્ડિયા વિઝન માટે તેમના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રતિનિધિમંડળે કંડલા અને વીરા ખાતે પ્રસ્તાવિત શિપયાર્ડ સ્થળોની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓ અંગે માહિતી મેળવીહતી.