રાજકોટ પૂર્વ: કોર્પોરેશન દ્વારા મિલકતોને આડેધડ સીલ કરાતા વિવિધ એસોસિએશનના લોકો મનપા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા
થોડા દિવસો પૂર્વે થયેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ કોર્પોરેશન દ્વારા મિલકતોને આડેધડ સીલ કરાતા વિવિધ એસોસિએશનના લોકો આજે મંગળવારે બપોરે 12 વાગ્યે આ મામલે રજૂઆત કરવા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. તેઓએ કમિશનર શ્રી ને આ મામલે થોડો સમય આપવા અને ત્યાં સુધી ધંધો રોજગાર ચાલુ રાખવાની છૂટ આપવા માગણી કરી હતી.