હાલોલ: હાલોલના ગોધરા રોડ પર 11 કેવી અંડર ગ્રાઉન્ડ વીજ લાઇન ના કામગીરી દરમિયાન કામ કરતા 3 મજૂરોને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડયા
હાલોલ શહેરમાં છેલ્લા કેટલા સમય થી અંડર ગ્રાઉન્ડ 11 કેવી વીજ લાઇન નાખવાની કામગિરી ચાલી રહી છે જેને લઈને તા.26 એપ્રિલ રવિવારે ગોધરા રોડ પર આવેલ ન્યુ લુક સ્કૂલ ની બાજુમાં કામ ચાલી રહ્યું હતું તે દરમિયા ખાડા ખોદી પોલ ઉભા કરવાની કામ ગિરી ચાલી રહી હતી તે દરમિયાન ત્રણ મજૂરોને કરંટ લાગ્યો હતો કરંટ લાગતા ત્રણે મજૂરો ગંભીર રીતે દાઝયા હતા ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી ત્રણે મજૂરોને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા હતા