ગાંધીધામ: મનપાની પ્રથમ ચૂંટણી: મામલતદાર કચેરી સહિત નિયત કરાયેલા કેન્દ્ર પર ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ
કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. શહેરના કુલ 13 વોર્ડની 52 બેઠકો પર પ્રતિનિધિઓ ચૂંટવા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની ગતિવિધિઓ તેજ બની છે. ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી સહિત નિયત કરાયેલા ૩ કેન્દ્રો પર ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અંદાજે 2,15,000 મતદારોના ભાવિનો ફેંસલો કરનારી આ ચૂંટણી માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.