અંજાર: ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ ભક્તો દ્વારા અંજાર મામલતદાર કચેરીએ પ્રાર્થના પત્ર આપવાનો નિર્ણય
Anjar, Kutch | Apr 29, 2026 અંજાર તાલુકામાં ગૌભક્તો એકજૂટ થઇ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ માતા સન્માન અભિયાન અંતર્ગત ગૌ માતાના સન્માન માટે આગામી સાત મે ના રોજ અંજારમાં જડેશ્વર મહાદેવ મંદિરથી રામધૂન બોલતા બોલતા મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં મહંત ત્રિકમદાસજી મહારાજ,કિર્તીદાસજી મહારાજ,સ્વામિનારાયણના સંતો, મેઘજી દાદા,જૈન સંતો તેમજ વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાના વડાઓ અને મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહેશે