અંજાર: ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા રખડતા નંદીઓની વ્યવસ્થિત સંભાળ
Anjar, Kutch | Jul 5, 2026 અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા નંદીઓને સુરક્ષિત આશ્રય અને યોગ્ય સંભાળ મળી રહે તે હેતુથી મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા અંજાર ગોવર્ધન નંદી શાળા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં અંદાજિત 40થી વધુ નંદીઓને ત્યાં સુરક્ષિત રીતે આશ્રય આપવામાં આવ્યો છે. નંદીઓ માટે ચારો, પાણી અને જરૂરી દેખરેખની વ્યવસ્થા મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નિયમિત રાખવામાં આવી રહી છે.