જાંબુઘોડા: જાંબુઘોડાના ઉચેટ ગામમાં સ્મારક પ્રવેશ દ્વાર બાબતે બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો,સામસામી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાઈ
જાંબુઘોડા તાલુકાના ઉચેટ ગામમાં જાહેર માર્ગ પર ‘પ્રવેશદ્વાર’ બનાવવાના મુદ્દે ગામના બે પક્ષો સામસામે આવી ગયા છે.આ મામલે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે જેમાં એક પક્ષે આસ્થા અને લાગણીનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે બીજા પક્ષે તેને ગેરકાયદેસર દબાણ ગણાવ્યું છે.ત્યારે પોલીસ આ મામલે શાંતિ જળવાઈ રહે તે માટે તપાસ કરી રહી છે. ગામમાં હાલ આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે