ગાંધીધામ: ચેમ્બર ભવન ખાતે ગાંધીધામના વિકાસને ગતિ આપતા વીજ પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીધામ ચેમ્બર- પીજીવીસીએલ વચ્ચે રચનાત્મક સંવાદ
પૂર્વ કચ્છના વાણિજ્યિક વિકાસ અને જનહિતના વીજ પ્રશ્નોના ઉકેલ માટે ચેમ્બર અને પીજીવીસીએલ વચ્ચે ચેમ્બર ભવન ખાતે રચનાત્મક સંવાદ સત્ર યોજાયું,બેઠકમાં ચેમ્બર પ્રમુખ તેજા કાનગડ અને ઉપપ્રમુખ દીપક પારેખે મીઠીરોહર વિસ્તારમાં થતા વીજ વિક્ષેપ અને અર્બન સબ-ડિવિઝનની જરૂરિયાત પર ભાર મૂક્યો, આ પ્રસંગે રાજકોટ કોર્પોરેટ ઓફિસના ચીફ એન્જિનિયર એ.એસ.ચૌધરીએ જણાવ્યું કે,ગાંધીધામમાં ચાલી રહેલો અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટ માર્ચ-2027 સુધીમાં સંપૂર્ણ કાર્યરત કરી દેવાશે.