ખંભાત: બાલેશાવાડી ખાતે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષતામાં રૂદ્ર ઘાસચારા ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી
ખંભાતના બાલેશાહની વાડી ખાતે 'રૂદ્ર ઘાસચારા ઉત્પાદક સહકારી મંડળી લિ.' ની ચોથી વાર્ષિક સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભવોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પી સન્માન કરવામાં આવ્યું હતું.સભસદોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, એપીએમસી ચેરમેન, મંડળીના ચેરમેન સહિત વ્ય. કમિટીના સભ્યો, મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.